ઓપરેશન ક્લીન મનીઃ 7 લાખ લોકોએ આપ્યો જવાબ, 9 લાખ શંકાના દાયરામા

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 04:35:00 PM IST
1 of 2
Next
નવી દિલ્હીઃ નોટબંધી પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એસએમએસ અને ઇ-મેઇલનો 7 લાખ લોકોએ જવાબ આપ્યો છે. જેમાંથી 99 ટકા લોકોએ માન્યું કે તેમની ડિપોઝિટનો ડેટા બિલકુલ સાચો છે. સૂત્રોનું કહેવું છે કે જે લોકોએ એસએમએસ અને ઇ-મેઇલનો જવાબ નથી આપ્યો તેમને લેટર મોકલાશે. આ લેટર કાનૂની નહીં હોય. આપને જણાવી દઇએ કે આઇટી ડિપાર્ટમેન્ટે નોટબંધી પછી એકાઉન્ટ્સમાં કરવામાં આવેલી ડિપોઝિટની તપાસ માટે ઓપરેશન ક્લીન મનીની શરૂઆત કરી હતી. જે હેઠળ 18 લાખ લોકોને એસએમએસ અને ઇમેલ મોકલ્યા હતા. 
 
શંકાના ઘેરાવામાં 9 લાખ ખાતા
 
ઓપરેશન ક્લિન મનીમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નજર હવે 9 લાખ એકાઉન્ટ્સ પર છે જેમના હોલ્ડર્સે ડિપાર્ટમેન્ટને ઇ-મેલનો જવાબ નથી આપ્યો. આપને જણાવી દઇએ કે નોટબંધી પછી 18 લાખ લોકોના એકાઉન્ટ્સમાં 5 લાખ રૂપિયાથી વધુ ડિપોઝિટ કરાવાઇ હતી. ત્યાર બાદ ડિપાર્ટમેન્ટે આ લોકો પાસે એસએમએસ અને ઇ-મેલ દ્ધારા જાણકારી માંગી હતી. જો કે શંકાસ્પદ લોકો સામે 31 માર્ચ પછી જ કાર્યવાહી થશે, જ્યારે બ્લેકમની જાહેર કરવાની સ્કીમ બંધ થઇ જશે. 
 
આઇટી ડિપાર્ટમેન્ટ જવાબ નહિ આપનારને મોકલશે લેટર

- આઇટી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, નોટબંધી પછી જમા થયેલા 4.5 લાખ કરોડથી વધારે રકમનું વેરિફિકેશન થયું નથી. તેથી એવા લોકોને `સ્ટેચ્યુટરી લેટર' મોકલવામાં આવશે જેમણે એસએમએસ અને ઇ-મેઇલના જવાબ નથી આપ્યા.
- એક અધિકારીએ જણાવ્યું કે, `અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ જવાબ આપ્યો છે, જેમાં 99 ટકાએ જણાવ્યું છે કે તેમના દ્વારા આપવામાં આવેલી વિગતો બિલકુલ સાચી છે.'
- ડિપાર્ટમેન્ટે પોતાની ફિલ્ડ ઓફિસીસને નોટબંધી પછી 5 લાખ રૂપિયાથી વધારે જમા કરનાર લોકો અંગે એલર્ટ કરવા જણાવી દીધું છે, જેમણે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર રજિસ્ટ્રેશન નથી કરાવ્યું. આ સાથે તેમને લેટર મોકલવા પણ કહેવામાં આવ્યું છે.
 
જવાબ મોકલવાની છેલ્લી તારીખ હતી 15 ફેબ્રુઆરી

- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નોટબંધી પછી ડિપોઝિટ કરવામાં આવેલી રકમની તપાસ માટે ઓપરેશન ક્લીન મની ચલાવ્યું હતું. તેમાં આશરે 18 લાખ લોક પાસેથી તેમણે બેન્ક એકાઉન્ટમાં જમા કરાવેલી રકમ અંગે એસએમએસ અને ઇ-મેઇલ મારફત જાણકારી માગવામાં આવી હતી.
- આવા લોકોના બેન્ક એકાઉન્ટ્સમાં નોટબંધી પછી 5 લાખ રૂપિયાથી વધારે જમા કરવામાં આવી હતી. તેમને જવાબ આપવા માટે 15 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો હતો.
 
એકાએક જમા રકમ વધે તો થઇ શકે છે તપાસ

સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, જે લોકોએ વિભાગે પૂછેલા પ્રશ્નોના જવાબ નથી આપ્યા તેમની પાસે કાયદેસર જવાબ હોઇ શકે છે અને તેઓ તેનો ખુલાસો રીટર્નમાં આપશે. પરંતુ સૂત્રોનું કહેવું છે કે વર્ષ 2016-17માં અચાનક રકમ વધી જાય તે શંકાનું કારણ હોઇ શકે છે અને તેની તપાસ થઇ શકે છે. જોકે, સૂત્રો માને છે કે લોકોને મોકલેલા એસએમએસ અને ઇમેલનો કોઇ કાયદેસર આધાર નથી. તેથી વિભાગ 31 માર્ચ સુધી રાહ જોશે અને અઘોષિત આવક જાહેર કરવાની પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના પૂરી થવાની રાહ જોશે. તે પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પગલું લેશે. આ યોજના હેઠળ લોકો પોતાની છૂપી આવક જાહેર કરી શકે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના વિશે...
 
 
Click to Comment