દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
1 of 6
Next
નવી દિલ્હીઃ છોકરીઓને આગળ વધારવા માટે સરકાર તરફથી તેમને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. કેટલીક બિન-સરકારી સંસ્થાઓ પણ દીકરીઓને આગળ વધવામાં તથા તેમને શિક્ષણ આપવા માટે કામ કરે છે. પરંતુ આજે અમે તમને એક એવા હેલ્થકેર નેટવર્ક વિશે જણાવી રહ્યા છીએ કે જે દીકરીના જન્મ પર કોઇ શરત વિના 11,000 રૂપિયા આપે છે.
 
ઓક્સિ હેલ્થકેરનો ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ
 
ઓક્સી હેલ્થકેર (Oxxy Healthcare) નામનું ભારતનું એક સૌથી મોટું હેલ્થકેર નેટવર્ક છે. આ નેટવર્કમાં ભારત અને વિદેશમાં અનુભવ ધરાવતા ઉચ્ચ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સક્રિય છે. આ નેટવર્ક દેશના 1500 શહેરોમાં કાર્યરત છે. આ નેટવર્કમાં 1.5 લાખ હોસ્પિટલો, ડાયગ્નોસિસ સેન્ટરો અને પેથોલોજી લેબોરેટરીઝ જોડાયેલી છે. આ નેટવર્કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેમાં આ કંપની ભારતમાં જન્મતી દરેક દીકરીને 11,000 રૂપિયા આપે છે. ભારતમાં સસ્તી હેલ્થકેર સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે કાર્યરત આ કંપની આ પ્રોગ્રામ હેઠળ દર વર્ષે 1 હજાર કરોડ ફાળવે છે.
 
આગળ જાણો, દીકરીના જન્મ પર 11,000 રૂપિયા મેળવવાની પ્રક્રિયા...
 
 
Click to Comment